Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નોકરી છોડવા કે બદલવા માગતા લોકો માટે જપાનમાં ખૂલ્યો ખાસ બાર, ડ્રિન્ક્સ ફ્રીમાં

નોકરી છોડવા કે બદલવા માગતા લોકો માટે જપાનમાં ખૂલ્યો ખાસ બાર, ડ્રિન્ક્સ ફ્રીમાં

Published : 04 February, 2026 02:51 PM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બારમાં એક સેશન ૬૦થી ૯૦ મિનિટનું જ હોય છે. જોકે અહીં તમારે તમારી સાથે તમારો બાયોડેટા લાવવાની કે સૂટબૂટ પહેરીને આવવાની જરૂર નથી હોતી

જપાનમાં ખૂલેલો નવો બાર

અજબ ગજબ

જપાનમાં ખૂલેલો નવો બાર


જપાનમાં એક નવો બાર બન્યો છે. આ બાર ખાસ એવા લોકો માટે બન્યો છે જે લોકો પોતાની નોકરીથી ખુશ નથી. તેઓ આ નોકરી ચેન્જ કરવાનું વિચારી રહ્યા છે અથવા તો બદલવાનો પ્લાન કરી ચૂક્યા છે. જો તમે નોકરી બદલવાના હો તો આ બારમાં ડ્રિન્ક્સ ફ્રી મળશે. બારનું નામ છે ‘તેનશોકુ સોદાન બાર’. મતલબ કે જૉબ-ચેન્જિંગ કન્સલ્ટેશન બાર. જપાનના યોકોહામા સ્ટેશન પાસે આવેલો આ બાર સામાન્ય નાઇટ-આઉટ માટેનું સ્થળ નથી. આ બાર તમારી કામની ચિંતાઓ અને કરીઅરને લગતા વિકલ્પો વિશે વાત કરવા માટેનું સ્થળ છે. એ માટે તમને મુક્ત અને આરામદાયક માહોલ પૂરો પાડવામાં આવે છે. અહીં બારટેન્ડર એ રિયલ બારટેન્ડર નહીં પરંતુ કરીઅર-કાઉન્સેલર હોય છે. આ કન્સલ્ટેશન પ્રાઇવેટ રૂમોમાં વન ઑન વન થતું હોય છે એટલે તમે મુક્ત મને તમારી કરીઅર અને પ્રોફેશનલ લાઇફની ચિંતાઓ વિશે વાત કરી શકો છો. બારમાં એક સેશન ૬૦થી ૯૦ મિનિટનું જ હોય છે. જોકે અહીં તમારે તમારી સાથે તમારો બાયોડેટા લાવવાની કે સૂટબૂટ પહેરીને આવવાની જરૂર નથી હોતી. તમે પોતે જેવા બની રહેવા માગો છો એવા જ અહીં શકો છો.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 02:51 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK