જીવને જોખમમાં મૂકનાર માણસને માર્કોસ વિનિસિયસ તરીકે ઓળખવામાં આવ્યો હતો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
એક સપડાયેલી કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જાય એ પૂર્વે માતા અને બાળકને એક માણસે જીવના જોખમે બચાવ્યાં હતાં. આ બનાવ બ્રાઝિલમાં બન્યો હતો. ઓચિંતા આવેલા પૂરમાં એક કારમાં માતા અને બાળક સપડાઈ ગયાં હતાં. ઇન્સ્ટાગ્રામના પેજ ગુડ ન્યુઝ મૂવમેન્ટ પર આ બનાવની ક્લિપ મૂકવામાં આવી હતી અને એને ૭.૮ લાખથી વધુ વ્યુ મળ્યા હતા તથા ૩૭,૦૦૦ લોકોએ ક્લિપને લાઇક કરી હતી. જીવને જોખમમાં મૂકનાર માણસને માર્કોસ વિનિસિયસ તરીકે ઓળખવામાં આવ્યો હતો. વિડિયોમાં જોવા મળે છે કે માર્કોસ કારની એક બાજુએ લટકતો હોય છે. કારમાંથી એક પ્રવાસી તેની તરફ બાળકને લંબાવે છે અને રડતા બાળકને તે સલામતીપૂર્વક બચાવી લે છે. ત્યાર બાદ બાળકની માતાને બચાવવા માટે હાથ લંબાવે છે અને માતા જેવો તેનો હાથ પકડે છે કે તરત જ કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે.


