અમુક લોકોએ કેવા લોકોને રોલ મૉડલ બનાવવા જોઈએ એ પણ આજના યુવકોને સમજાતું નથી એ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી
ચંદ્રિકાના ચહેરાનું ટૅટૂ
દિલ્હીના સૈનિક વિહારમાં વડાપાંઉ વેચીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અને વધુ ફેમસ થવા માટે જાતજાતનાં ગતકડાં કરતી ચંદ્રિકા ગેરા દીક્ષિતનું ફેમસ થવાનું સપનું પૂરું થઈ ગયું અને હવે તે Bigg Boss OTT3માં સ્પર્ધક તરીકે જાતજાતના ડ્રામા કરી રહી છે. જોકે આ છોકરીના એક પાગલ ફૅને ચંદ્રિકાના ચહેરાનું ટૅટૂ હાથ પર ચિતરાવ્યું છે. ટૂંકા ગાળામાં ફેમસ થવાની ઇચ્છા ધરાવતો આ યુવક ચંદ્રિકાને પોતાની ગુરુ માને છે. તેને હતું કે આ ટૅટૂ ચિતરાવતો વિડિયો શૅર કરીને કદાચ તે પણ ફેમસ થઈ જાય. જોકે આ વિડિયો જોઈને લોકોએ તેને આવી વાહિયાતગીરી માટે આડેહાથ લીધો છે. અમુક લોકોએ કેવા લોકોને રોલ મૉડલ બનાવવા જોઈએ એ પણ આજના યુવકોને સમજાતું નથી એ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.


