Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મસ્ક સાથેના રોમૅન્સના ચક્કરમાં કોરિયન મહિલાએ ૪૨ લાખ ગુમાવ્યા

મસ્ક સાથેના રોમૅન્સના ચક્કરમાં કોરિયન મહિલાએ ૪૨ લાખ ગુમાવ્યા

28 April, 2024 02:33 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલાનો ભરોસો મેળવવા ડીપફેક દ્વારા મસ્ક જેવો અવતાર ધારણ કરીને વિડિયો-કૉલ કર્યો હતો.

ઇલૉન મસ્ક

ઇલૉન મસ્ક


અમેરિકાના ઉદ્યોગપતિ ઇલૉન મસ્કની પૉપ્યુલરિટી હૉલીવુડના સ્ટાર્સ કરતાં પણ વધારે છે. જોકે સાઉથ કોરિયામાં એક મહિલાને મસ્ક સાથેની ઑનલાઇન દોસ્તી ૪૨ લાખ રૂપિયામાં પડી હતી. કોરિયન પોલીસે ઓળખ છુપાવવા માટે મહિલાને જૉન્ગ જી સન નામ આપ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર એક દિવસ પોતાને ઇલૉન મસ્ક ગણાવતી વ્યક્તિએ આ મહિલાનો અપ્રોચ કર્યો હતો. વાતવાતમાં મસ્કે પોતાની ઑફિસના ફોટો શૅર કર્યા હતા. મસ્કે એમ કહ્યું કે હું ઘણી વાર રેન્ડમલી મારા ફૅન્સનો સંપર્ક કરું છું. કોરિયન મહિલા એ વખતે જાણે સપનું સાકાર થયું હોય એવો અનુભવ કરી રહી હતી. ઇન્સ્ટાગ્રામ ચૅટમાં મસ્કે પોતાના જીવન વિશે ઘણી વાતો કરી અને એક દિવસ વિડિયો-કૉલ પણ કર્યો હતો. બાદમાં તેણે કોરિયન મહિલાને પૈસાદાર બનવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા મનાવી અને એક ખાતામાં ૪૦ હજાર પાઉન્ડ (આશરે ૪૨ લાખ રૂપિયા) જમા કરવાનું કહ્યું. પૈસા જમા કર્યા બાદ મહિલાને ભાન થયું કે તેની સાથે ફ્રૉડ થયો છે. ફ્રૉડ કરનારે પોતે મસ્ક હોવાનો દાવો કરીને મહિલાને ફસાવી હતી. તેણે મહિલાનો ભરોસો મેળવવા ડીપફેક દ્વારા મસ્ક જેવો અવતાર ધારણ કરીને વિડિયો-કૉલ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 02:33 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK