Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડૉગ જેવા દેખાવા માટે એક જૅપનીઝે ખર્ચ્યા ૧૨ લાખ

ડૉગ જેવા દેખાવા માટે એક જૅપનીઝે ખર્ચ્યા ૧૨ લાખ

27 May, 2022 12:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૅપનીઝ વ્યક્તિનો વિડિયો જોઈને લોકો અવાક્ બની ગયા હતા. કૉસ્ચ્યુમ બનતાં ૪૦ દિવસ લાગ્યા હતા અને તેને ૧૨ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ડૉગ જેવા દેખાવા માટે એક જૅપનીઝે ખર્ચ્યા ૧૨ લાખ

ડૉગ જેવા દેખાવા માટે એક જૅપનીઝે ખર્ચ્યા ૧૨ લાખ


જપાનની એક વ્યક્તિએ ડૉગ બનવાના પોતાના સપનાને પૂરું કરવા માટે ૧૨ લાખ રૂપિયા ખર્ચ્યા હતા. ભલે તે ખરેખર ડૉગ બની શકે એમ નહોતો, પરંતુ ડૉગ જેવો દેખાવા લાગ્યો. ટ્વિટર-યુઝર ટોકો એવીનું ડૉગ બનવાનું સપનું હતું. તેણે ઝેપેટ નામની પ્રોફેશનલ એજન્સી પાસેથી ડૉગનો કૉસ્ચ્યુમ બનાવડાવ્યો અને એ એક કોલી ડૉગના મૉડલમાંથી બનાવ્યો હતો. જાણે કોઈ ચાર પગનો ડૉગી હોય એટલો વાસ્તવિક તે લાગે છે. જૅપનીઝ વ્યક્તિનો વિડિયો જોઈને લોકો અવાક્ બની ગયા હતા. કૉસ્ચ્યુમ બનતાં ૪૦ દિવસ લાગ્યા હતા અને તેને ૧૨ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2022 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK