આ કેક સિડનીની એક બેકરીએ બનાવી આપી હતી
હમાસની થીમ આધારિત કેક
ઑસ્ટ્રેલિયામાં ચાર વર્ષના બાળકે પોતાના બર્થ-ડે પર હમાસની થીમ આધારિત કેક કાપી હતી જેનો સોશ્યલ મીડિયા પર ભારે વિરોધ થઈ રહ્યો છે. આ કેક સિડનીની એક બેકરીએ બનાવી આપી હતી. જોકે આ બાબતે વિવાદ થતાં બેકરીવાળાએ પોતાનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ બંધ કરીને ગાયબ થઈ ગઈ છે. ઇઝરાયલ પર હુમલો કરનારા હમાસને ઑસ્ટ્રેલિયાએ આતંકી સંગઠન જાહેર કર્યું છે એટલે ઑસ્ટ્રેલિયાના નાગરિકો આ કેક જોઈને ભડકી ઊઠ્યા છે.
‘અવન બેકરી બાય ફૂફુ’ નામના પેજ પર પૅલેસ્ટીન ફ્લૅગ અને હમાસના પ્રવક્તા અબુ ઉબેદાના ફોટોથી ડેકોરેટ કરેલી કેકનો ફોટો શૅર કરવામાં આવ્યો હતો. આ ફોટોમાં ચાર વર્ષનો બાળક અબુ ઉબેદા જેવા જ આઉટફિટ અને માસ્ક પહેરીને પોઝ આપી રહ્યો છે. આ ઉપરાંત બાળકની બર્થ-ડે પાર્ટીમાં કપકેક અને ડેકોરેશન પણ હમાસથી પ્રેરિત હતા. સોશ્યલ મીડિયા પર લોકોએ બેકરીને આડે હાથ લેતાં એવી કમેન્ટ કરી હતી કે આ ખરેખર ઘૃણાસ્પદ કહેવાય કે તેઓ બાળકોમાં નફરત ફેલાવી રહ્યા છે.

