Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > `ઘોડે પે સવાર` ગીત ગાતાં જ ચમકી યુવકની કિસ્મત, દુબઈથી આવી ઑફર

`ઘોડે પે સવાર` ગીત ગાતાં જ ચમકી યુવકની કિસ્મત, દુબઈથી આવી ઑફર

16 January, 2023 07:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પુજીત પંડ્યા નામના યુવકનું `ઘોડે પે સવાર` ગીતનું નવું વર્ઝન ખુબ ધૂમ મચાવી રહ્યું છે. જે પણ આ વીડિયો જોઈ રહ્યા છે, તે બધા તેના પ્રશંસક બની ગયા છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)


Ghode Pe Sawar Trending Song: જો તમે સોશિયલ મીડિયાના સક્રિય યુઝર્સ છો, તો તમારે સમય-સમય પર વાયરલ થતા વલણોથી વાકેફ હોવું જોઈએ. થોડા દિવસો પહેલા જ્યાં લોકો `મેરા દિલ યે પુકારે આજા` પર રીલ બનાવતા અને પોસ્ટ કરતા હતા, ત્યારે હવે બોલિવૂડ ફિલ્મ Qalaના ગીત `ઘોડે પે સવાર`નું ભૂત સૌના માથા પર સવાર છે. નેટફ્લિક્સ (Netflix Film Qala)પર રિલીઝ થયેલ ફિલ્મ કાલાનું પબ્લિક ગીત સુપર હિટ બની ચૂક્યું છે અને હવે તે જ ગીતનું મેલ વર્ઝન હેડલાઇન્સમાં છે.

આ ગીત પર કેટલીય રીલ આવી ચુકી છે, પરંતુ હવે એક છોકરાએ ગીતનું મેઈલ વર્ઝન ગાઈને ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ્સ મેળવી છે. પુજીત પંડ્યા નામના યુવકનું `ઘોડે પે સવાર` ગીતનું નવું વર્ઝન ખુબ ધૂમ મચાવી રહ્યું છે. જે પણ આ વીડિયો જોઈ રહ્યા છે, તે બધા તેના પ્રશંસક બની ગયા છે.



યુવકે `ઘોડે પે સવાર`નું મેલ વર્ઝન ગાયું


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pujit Pandya (@pujitpandya)


આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પુજીત પંડ્યા નામના સંગીતકાર દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કાલા ફિલ્મના ગીત ઘોડે પે સવાર…નું રિપ્લાય વર્ઝન શેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ફક્ત ફિમેલ વર્ઝન પર જ પોતાનું દિલ હારીને બેઠા લોકો હવે આ મેલ વર્ઝનને માણી રહ્યાં છે. પૂજિતનો મધુર અવાજ અને તેના લખેલા ગીતોએ તેને વધુ ખાસ બનાવ્યું છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે- `સ્વયં લખેલું.`

પુજીતે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પુજીતપંડ્યા પર શેર કર્યો છે. વીડિયો શેર કર્યાના 6 દિવસમાં તેને 9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે અને લોકોએ ઘણી કોમેન્ટ પણ કરી છે. કમેન્ટ સેક્શનમાં જ, પુજીતને દુબઈમાં એક રેડિયો શોમાં આવવાનું આમંત્રણ મળ્યું છે. તો બીજી બાજુ યુર્ઝસે તેને આ ગીતનું આખું મેલ વર્ઝન લોન્ચ કરવાની માંગ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 January, 2023 07:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK