આલ્કોહોલ જેવી ચીજને એજ્યુકેશન સાથે સાંકળવામાં આવે એ ઠીક નથી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં દારૂની એક દુકાનની બહારનું પાટિયું વાઇરલ થઈ ગયું છે. દારૂ પીને ટલ્લી થઈ ગયા પછી લોકો બિન્ધાસ્ત સાચું-ખોટું અંગ્રેજી ફાડતા થઈ જાય છે. એ પરથી જ કદાચ લિકરશૉપવાળાએ આ માર્કેટિંગ-ગિમિક કર્યું હશે, પણ કેટલાક સ્થાનિકોને એ ગમ્યું નથી. ભણેલાગણેલા લોકોને આ ભદ્દી મજાક લાગે છે. આલ્કોહોલ જેવી ચીજને એજ્યુકેશન સાથે સાંકળવામાં આવે એ ઠીક નથી એવું માનનારા લોકલ લોકોએ આ પાટિયું ઉતારી દેવાની માગણી કરી છે, કેમ કે એનાથી એજ્યુકેશનની મજાક બની જાય છે.

