ઍડ્વેન્ચરના શોખીન લોકો અવનવા માર્ગ અપનાવીને પોતાની ટૂર કે પિકનિકને યાદગાર બનાવતા હોય છે.
ડેરડેવિલ્સ જ આવી જગ્યાએ લંચ કરી શકે
ઍડ્વેન્ચરના શોખીન લોકો અવનવા માર્ગ અપનાવીને પોતાની ટૂર કે પિકનિકને યાદગાર બનાવતા હોય છે. આવા લોકો માટે બ્રાઝિલમાં ઘૂઘવતા એક ધોધ નજીક હવામાં લટકતા લાકડાના ટેબલ પર પિકનિક માણવાની તક આપવામાં આવી છે. એક અમેરિકન દંપતી દ્વારા શૅર કરવામાં આવેલી પોસ્ટને લોકો પસંદ કરી રહ્યા છે. તેમણે બ્રાઝિલમાં માણવા જેવી ખાસ વસ્તુઓની શોધ કરતાં આ ઍડ્વેન્ચરસ પિકનિક શોધી કાઢી હતી, જેમાં ક્રિસ્ટિના હર્ટ અને તેના રૅપર બૉયફ્રેન્ડ ઑનપૉઇન્ટલાઇકઓપને ઊંચા ધાતુના વાયર પર લટકાવેલા ટેબલ પર બેસીને નાસ્તો કરતાં અને રેડ વાઇનના ગ્લાસનો આનંદ માણતાં જોઈ શકાય છે. આ અદ્ભુત એક્સ્પીરિયન્સ માટે માત્ર ૧૫ મિનિટના ૪૫૦ ડૉલર (૩૭,૦૦૦ રૂપિયા) ચૂકવવા પડે છે. બન્નેને એક સેફટી હાર્નેસમાં બાંધવામાં આવ્યાં હતાં અને એક મજબૂત ઝિપલાઇન વડે સુરક્ષિત પિકનિક ટેબલ પર બન્ને બેઠાં હતાં. એ પછી તેમનો રોમાંચક અનુભવ શરૂ થયો, જેમાં ટેબલ આ ઘૂઘવતા ધોધની આસપાસ ફરતું રહે છે. એ દરમ્યાન આ કપલ પોતાની પાર્ટી કરે છે. આ અનુભવના ચાર્જમાં જ ફોટો અને ડ્રોન વડે વિડિયોનો પણ સમાવેશ છે.

