સોશ્યલ મીડિયા પર તેને ઓળખનારા લોકો પણ આટલી ઊંચી કન્યા માટે યોગ્ય મુરતિયો શોધવામાં લાગી ગયા છે.
શિયાઓ મેઇ
ચીનના હેલોન્ગજિયાન્ગ પ્રાંતમાં રહેતી ૨૫ વર્ષની શિયાઓ મેઇ નામની યુવતીને તેની હાઇટને કારણે બહુ હેરાન થવું પડે છે. તેની હાઇટ એટલી વધુ છે કે કોઈ પણ છોકરાએ તેની સાથે વાત કરવા માટે જાણે પહાડ કે ઊંચા વૃક્ષ પર જોતા હોય એટલું ઊંચું મોઢું કરવું પડે છે. શિયાઓની હાઇટ છે ૨.૨૬ મીટર એટલે કે સાત ફુટ પાંચ ઇંચ. એને કારણે તેની હાઇટને સમકક્ષ બૉયફ્રેન્ડ મેળવવામાં બહુ તકલીફ પડી રહી છે. શાંઘાઈમાં રહેતી એ યુવતીની મમ્મીએ દીકરી માટે મુરતિયો શોધવા એક વિડિયો તૈયાર કર્યો હતો જેમાં તેની દીકરી કેટલી ગુણિયલ છે એનું વર્ણન કર્યું હતું અને એ પછી તેને માટે ઘણાબધા મુરતિયાઓની લાઇન લાગી ગઈ હતી. એ જોઈને શિયાઓની મમ્મીએ પણ એવું જ કરવાનું વિચાર્યું. તેણે એક નાનકડો વિડિયો શૂટ કર્યો જેમાં તેમની દીકરી લાંબા કદ સાથે કઈ રીતે કામ કરે છે એ દર્શાવવામાં આવ્યું હતું. જોકે તેના પ્રાંતનો ઊંચામાં ઊંચો યુવક પણ શિયાઓની સામે ઠીંગણો લાગે છે. હવે તો માત્ર શિયાઓનાં સગાંસંબંધીઓ જ નહીં, સોશ્યલ મીડિયા પર તેને ઓળખનારા લોકો પણ આટલી ઊંચી કન્યા માટે યોગ્ય મુરતિયો શોધવામાં લાગી ગયા છે.


