પચીસ રૂપિયામાં નેઇલ-ક્લિપર મળ્યું એને પગલે બિલ્યનેર શ્રીધર વેમ્બુને થયો સવાલ
શ્રીધર વેમ્બુ
ટેક્નૉલૉજી કંપની ઝોહો કૉર્પોરેશનના માલિક અને બિલ્યનેર શ્રીધર વેમ્બુએ એક નેઇલ-ક્લિપરને લઈને એક વિચિત્ર સવાલ કર્યો છે. તેમણે હાલમાં એક નેઇલ-ક્લિપર ફક્ત પચીસ રૂપિયામાં ખરીદ્યું છે અને એ ચીનમાં બન્યુ છે કે નહીં એવો તેમને સવાલ થયો છે. નેઇલ-ક્લિપરનો ફોટો ટ્વિટર પર શૅર કરીને શ્રીધર વેમ્બુએ ટ્વીટ કર્યું છે કે ‘હું ઘણી વાર નેઇલ-ક્લિપર ખરીદું છું. આ નેઇલ-ક્લિપરનો ઉપયોગ કરવાની સાથે એની કિંમતમાં કેટલો બદલાવ થાય છે એ અને એની બનાવટની ક્ષમતા જાણવામાં પણ મને ઇન્ટરેસ્ટ હોય છે. મને આજ સુધી મેડ ઇન ઇન્ડિયા બ્રૅન્ડ નથી મળી. જોકે આ નેઇલ-ક્લિપર ક્યાં બન્યું એ એના પર લખવામાં નથી આવ્યું, પરંતુ ફ્લોરલ પૅટર્ન જોઈને મને લાગે છે કે એ ચીનમાં બન્યું હશે. હું મોટા ભાગે ૬૦-૭૦ રૂપિયામાં ખરીદું છું, પરંતુ આ વખતે મેં પચીસ રૂપિયામાં ખરીદ્યું છે. ૬૦ રૂપિયાની કિંમત છે, પરંતુ ૨૫ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. રેટેઇલ ડિસ્ટ્રિબ્યુશનની કોઈ વ્યક્તિ મને આ વિશે જણાવી શકે કે શું ચીનમાં ક્લિયરિંગ ચાલી રહ્યું છે? ૨૫ રૂપિયામાં આ પ્રોડક્ટ વેચીને કોઈ કમાણી થાય છે ખરી?’


