રાજાના નામ પરથી આ ફેસ્ટિવલનું નામ પડ્યું છે વાલ્વિલ ઓરી ફેસ્ટિવલ. હવે ફૂલોની સાથે ફળોની કોતરણી કરીને પણ અહીં મજાનાં શિલ્પો તૈયાર કરવામાં આવે છે.
તામિલનાડુમાં ફળ અને ફૂલોનો અનોખો ફેસ્ટિવલ
પૌરાણિક કાળમાં કિંગ વાલ્વિલ ઓરી નામનો રાજા તામિલનાડુના નામક્કલ શહેરમાં રાજ કરતો હતો. આ રાજા નાતજાતના ભેદભાવ મિટાવીને તમામ વચ્ચે સમાનતા ફેલાવવા માગતો હતો. તેની ઉદારતા અને તીરંદાજી દૂર-દૂર સુધી વખણાતી હતી. આ રાજાના માનમાં ઑગસ્ટ મહિનાના પહેલા વીક-એન્ડમાં આ શહેરના પર્વતીય પ્રદેશમાં સ્થાનિકો અનોખો ફેસ્ટિવલ મનાવે છે.

ADVERTISEMENT
આ એક પ્રકારનો ફ્લાવર શો હોય છે જે ટૂરિસ્ટોને આકર્ષવાનું કામ કરે છે. રાજાના નામ પરથી આ ફેસ્ટિવલનું નામ પડ્યું છે વાલ્વિલ ઓરી ફેસ્ટિવલ. હવે ફૂલોની સાથે ફળોની કોતરણી કરીને પણ અહીં મજાનાં શિલ્પો તૈયાર કરવામાં આવે છે.


