હરાજી કરનારી કંપનીની હેડે કહ્યું હતું કે ‘અત્યાર સુધી અનેક કીમતી વસ્તુઓની હરાજી કરી છે, પરંતુ પહેલી વખત આવા વિશાળ હાડપિંજરની હરાજી કરીશ.’
ડાયનોસૉરના હાડપિંજરની થશે હરાજી
૭.૬ કરોડ વર્ષ જૂના ડાયનોસૉરના હાડપિંજરની આ મહિને ન્યુ યૉર્ક શહેરમાં હરાજી થશે. લોકો પોતાની પાસે રાખી શકે એવું આ હાડપિંજર ૧૦ ફુટ ઊંચું અને ૨૨ ફુટ લાંબું છે જે અમેરિકાના હાવરે શહેર નજીક આવેલી જુડિથ નામક નદી નજીકથી ૨૦૧૮માં મળી આવ્યું હતું. હરાજીમાં એની અંદાજે ૪૦થી ૬૪ કરોડ રૂપિયા સુધીમાં કિંમત આવશે એવો અંદાજ છે. હરાજી કરનારી કંપનીની હેડે કહ્યું હતું કે ‘અત્યાર સુધી અનેક કીમતી વસ્તુઓની હરાજી કરી છે, પરંતુ પહેલી વખત આવા વિશાળ હાડપિંજરની હરાજી કરીશ.’
અગાઉ ક્યારેય ડાયનોસૉરના હાડપિંજરની હરાજી થઈ નથી. બાકીનાં તમામ હાડપિંજર હાલ મ્યુઝિયમમાં જ છે. જેની હરાજી થવાની છે એ ડાયનોસૉર માંસાહારી પ્રજાિતનું હતું. આ હાડપિંજરમાં રહેલું પ્રાણી જ્યારે મરણ પામ્યું હશે ત્યારે પુખ્ત વયનું હશે. આ હાડપિંજરને ૨૧ જુલાઈના પ્રદર્શન માટે મૂકવામાં આવશે તેમ જ ૨૮ જુલાઈના એની હરાજી કરવામાં આવશે.
