Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૭ વર્ષનો છોકરો ૧૦ કલાક સમુદ્રમાં તરીને શ્રીલંકાથી ભારત પહોંચ્યો

૭ વર્ષનો છોકરો ૧૦ કલાક સમુદ્રમાં તરીને શ્રીલંકાથી ભારત પહોંચ્યો

Published : 03 May, 2026 01:54 PM | IST | Jharkhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અચીવમેન્ટ માટે ઇશાંકે લગભગ ચારથી પાંચ કલાક રોજ અભ્યાસ કર્યો હતો. 

૨૯ કિલોમીટરના આ સમુદ્રને ઇશાંકે ૧૦ કલાકની અંદર તરીને પાર કરી દીધો હતો

અજબ ગજબ

૨૯ કિલોમીટરના આ સમુદ્રને ઇશાંકે ૧૦ કલાકની અંદર તરીને પાર કરી દીધો હતો


મૂળ ઝારખંડના રાંચી શહેરમાં રહેતા ૭ વર્ષના ઇશાંક સિંહ નામના બાળકે ફરી એક વાર સાબિત કરી આપ્યું કે ભારતીય બાળકોમાં પ્રતિભાની કમી નથી. જે ઉંમરે બાળકો સ્કૂલમાં ભણવાનું શરૂ કરતાં હોય એ ઉંમરે ઇશાંક સિંહે તેના સ્વિમિંગના પૅશન થકી જબરદસ્ત ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેનો સમુદ્ર પાક સ્ટ્રેટ તરીકે ઓળખાય છે. ૨૯ કિલોમીટરના આ સમુદ્રને ઇશાંકે ૧૦ કલાકની અંદર તરીને પાર કરી દીધો હતો. ઇશાંકે શ્રીલંકાના તલેમન્નારથી તરવાનું શરૂ કર્યું હતું અને ભારતના ધનુષકોડી પહોંચ્યો હતો. તેણે આ અંતર ૯ કલાક ૫૦ મિનિટમાં પાર કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ઇશાંક આ કારનામું કરનારો વિશ્વનો સૌથી યંગેસ્ટ સ્વિમર બન્યો છે. આ માર્ગ ખૂબ કપરો મનાય છે કેમ કે એમાં સમુદ્રની ઊંચી-ઊંચી લહેરો ઊઠે છે અને પાણીનું વહેણ પણ ખૂબ તેજ હોય છે. યુનિવર્સલ રેકૉર્ડ ફોરમ તરફથી ઇશાંકને ‘યંગેસ્ટ અને ફાસ્ટેસ્ટ પાક સ્ટ્રેસ સ્વિમર’નો અવૉર્ડ મળ્યો હતો. આ અચીવમેન્ટ માટે ઇશાંકે લગભગ ચારથી પાંચ કલાક રોજ અભ્યાસ કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 01:54 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK