ભારતના ટાઇગર સ્ટેટ મધ્ય પ્રદેશમાં છેલ્લા એક અઠવાડિયામાં ૬ વાઘનાં મૃત્યુ નોંધાયાં છે.
ટાઇગર
ભારતના ટાઇગર સ્ટેટ મધ્ય પ્રદેશમાં છેલ્લા એક અઠવાડિયામાં ૬ વાઘનાં મૃત્યુ નોંધાયાં છે. આ સાથે ૨૦૨૫માં વાઘના મૃત્યુની કુલ સંખ્યા ૫૪ થઈ ગઈ છે. ૧૯૭૩માં પ્રોજેક્ટ ટાઇગર શરૂ થયા પછી એક જ વર્ષમાં મૃત્યુનો આ સૌથી મોટો અને સૌથી ભયાનક આંકડો છે. ડેટામાં ઊંડાણપૂર્વક તપાસ કરવાથી જાણવા મળે છે કે ૨૦૨૫માં ૫૪ વાઘનાં મૃત્યુમાંથી ૩૬ રહસ્યમય છે. મોટા ભાગના કિસ્સાઓમાં વાઘનો શિકાર કરવામાં આવ્યો હોઈ શકે છે. ક્યારેક શિકારીઓ દ્વારા વાઘના પંજા કાપીને લઈ જવામાં આવે છે. દાણચોરીમાં એક વાઘનું આંતરરાષ્ટ્રીય મૂલ્ય આશરે એકથી ૩ કરોડ રૂપિયા છે. વન વિભાગ દરેક ઘટના પર નજર રાખી રહ્યો છે અને એક નિષ્ણાત ટીમ તપાસ કરી રહી છે.
મધ્ય પ્રદેશમાં વાઘનાં મૃત્યુ
વર્ષ મૃત્યુ
૨૦૨૧ ૩૪
૨૦૨૨ ૪૩
૨૦૨૩ ૪૫
૨૦૨૪ ૪૬
૨૦૨૫ ૫૪ (૧૩ ડિસેમ્બર સુધી)


