૪૦૦ લોકોએ ઇન્ડિયન પરંપરાગત વસ્ત્રોમાં ડીજે પર જબરદસ્ત ધમાલ ડાન્સ કર્યો હતો એનો વિડિયો વાઇરલ થયો છે. આ ઇવેન્ટમાં ડીજેની ભૂમિક ભજવનારા ડીજે એજેએ સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરી
૪૦૦ લોકોની જાને ન્યુ યૉર્કની આખી વૉલ સ્ટ્રીટ જૅમ કરી દીધી
ક્યાંય પણ ભારતીયોનો લગ્નસમારંભ હોય એ ગ્રૅન્ડ જ હોય. તાજેતરમાં ન્યુ યૉર્કની આઇકોનિક વૉલ સ્ટ્રીટ પર મસ્ત ઇન્ડિયન ડીજે મ્યુઝિકની સાથે નીકળેલી જાને આખા રસ્તાને બ્લૉક કરી દીધો હતો. ૪૦૦ લોકોએ ઇન્ડિયન પરંપરાગત વસ્ત્રોમાં ડીજે પર જબરદસ્ત ધમાલ ડાન્સ કર્યો હતો એનો વિડિયો વાઇરલ થયો છે. આ ઇવેન્ટમાં ડીજેની ભૂમિક ભજવનારા ડીજે એજેએ સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને લખ્યું હતું, ‘૪૦૦ લોકોની બારાતે વૉલ સ્ટ્રીટ બંધ કરી દીધી. આવી કોઈએ કલ્પના પણ કરી હશે? આ તો જીવનમાં ભાગ્યે જ જોવા મળે એવો ચમત્કાર છે.’


