Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દાદા ૪ વર્ષની પૌત્રીને કારની સીટમાં સૂતી મૂકીને ભૂલી ગયા, બાળકી ગરમીથી શેકાઈને મૃત્યુ પામી

દાદા ૪ વર્ષની પૌત્રીને કારની સીટમાં સૂતી મૂકીને ભૂલી ગયા, બાળકી ગરમીથી શેકાઈને મૃત્યુ પામી

Published : 21 May, 2026 10:52 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિવારજનો તરત તેને હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી.

હજારા

અજબ ગજબ

હજારા


મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ભીષણ ગરમીમાં એક દાદાની લાપરવાહીએ તેમની જ પૌત્રીનો જીવ લઈ લીધો. ચાર વર્ષની હજારા નામની દીકરીને કારની પાછળની સીટ પર સૂતી મૂકીને દાદા બે કલાક સુધી ફરતા રહ્યા. બેબી હજારાના પરિવારજનોની બેદરકારી પણ કંઈ ઓછી નહોતી. સાબિર હુસેન નામના દાદા પૌત્રીને લઈને કારમાં ફરવા ગયા હતા. પાછા ફરતી વખતે થાકેલી પૌત્રી કારમાં જ સૂઈ ગઈ. દાદા પણ તેને કારની પાછળની સીટમાં ભૂલીને ઘરે જતા રહ્યા. ભીષણ ગરમીમાં બે કલાક કારમાં લૉક રહેવાથી તેનો દમ ઘૂંટાવા લાગ્યો હતો અને તેનો જીવ નીકળી ગયો. 

પરિવારજનોએ ઘરમાં લાંબા સમયથી બેબીને ન જોઈ ત્યારે તેની શોધ શરૂ થઈ. ઘરમાં ન મળી તો બહાર ક્યાંક રમવા ગઈ હશે એમ સમજીને બીજે બધે શોધ કરી, પણ બે કલાકે જ્યારે કાર ખોલી ત્યારે યાદ આવ્યું કે બાળકી બે કલાકથી કારમાં જ હતી. સંપૂર્ણપણે લૉક કારમાં બે કલાક સુધી ભીષણ ગરમીમાં શેકાયેલી બાળકી બેસુધ હાલતમાં હતી. પરિવારજનો તરત તેને હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 10:52 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK