Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રોજ જે ટાંકીનું પાણી પીતા હતા એમાં ૨૭ સાપ તરતા મળ્યા

રોજ જે ટાંકીનું પાણી પીતા હતા એમાં ૨૭ સાપ તરતા મળ્યા

Published : 10 June, 2026 11:26 AM | IST | Haridwar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિદ્વાર પાસેના સરાય ગામમાં એક ઘરની પાણીની ટાંકીમાંથી કીલબૅક પ્રજાતિના સાપનાં ૨૭ બચ્ચાં મળી આવ્યાં હતાં

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


હરિદ્વાર પાસેના સરાય ગામમાં એક ઘરની પાણીની ટાંકીમાંથી કીલબૅક પ્રજાતિના સાપનાં ૨૭ બચ્ચાં મળી આવ્યાં હતાં. આ પરિવાર રોજ આ જ ટાંકીમાંથી પાણીનો ઉપયોગ કરતો હતો. થોડા દિવસ પહેલાં આ ટાંકીમાં કોઈક વસ્તુ પડી ગઈ. એ કાઢવા માટે પરિવારજનોએ ટાંકીનું ઢાંકણું ખોલ્યું તો અંદરનો નજારો જોઈને હેબતાઈ જ ગયા. અંદર સાપોનાં ગૂંચળાં તરી રહ્યાં હતાં. આ સાપ હજી સાપોલિયા જેવડા જ હતા, પણ સવાલ એ હતો કે આ સાપોલિયાં પાણીમાં આવ્યાં કઈ રીતે? ટાંકીમાંના સાપને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ અને તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી. ક્વિક રિસ્પૉન્સ ટીમે આવીને ખૂબ સાવધાનીપૂર્વક એક-એક સાપ બહાર કાઢ્યા. એની ગણતરી કરી તો પૂરા ૨૭ સાપ નીકળ્યા હતા. વનવિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે ગરમી જ્યારે વધી જાય છે ત્યારે સાપ ઠંડકવાળું વાતાવરણ શોધવા માટે અંધારી, પાણીવાળી જગ્યાએ લપાઈ જાય છે. માદા સાપે પણ ઠંડકવાળી જગ્યા શોધીને અહીં ઈંડાં આપ્યાં હશે. સાપનાં બચ્ચાં લગભગ એકાદ મહિનાથી પાણીની ટૅન્કમાં હશે એવું નિષ્ણાતોનું માનવું છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 11:26 AM IST | Haridwar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK