Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુબઈમાં હોમવર્ક કરાવવા માટે પ્રાઇવેટ ટીચરને અઢી લાખ રૂપિયા ચૂકવાયા

દુબઈમાં હોમવર્ક કરાવવા માટે પ્રાઇવેટ ટીચરને અઢી લાખ રૂપિયા ચૂકવાયા

20 April, 2024 03:15 PM IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૫ વર્ષના એક યુવકે યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ટીચર તરીકેના પોતાના અનુભવ શૅર કર્યા હતા

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


દુબઈમાં એક પ્રાઇવેટ ટીચરને પોતાના સ્ટુડન્ટનું હોમવર્ક કરાવવા માટે ૨.૫ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની વાત બહાર આવી છે. ૨૫ વર્ષના એક યુવકે યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ટીચર તરીકેના પોતાના અનુભવ શૅર કર્યા હતા. આ યુવક એક ઇન્ટરનૅશનલ ટ્યુટરિંગ એજન્સી માટે કામ કરવા દુબઈ ગયો હતો. તેણે દુબઈના કેટલાક સૌથી ધનવાન પરિવારનાં બાળકોને ભણાવવાનું કામ કર્યું હતું. ટીચરે કહ્યું કે તેમના પરિવારનો સભ્ય હોય એ રીતે મારી સાથે સારો વ્યવહાર કરવામાં આવતો. જોકે આ ટીચરે ધનિક પરિવારનાં બાળકો કેવાં હોય એ વિશે જે અનુભવ શૅર કર્યા એ રસપ્રદ હતા. તેણે લખ્યું હતું કે આર્ટ અને ક્રાફ્ટના એક સેશન પછી જ્યારે મેં સ્ટુડન્ટને સફાઈ કરવા માટે જણાવ્યું ત્યારે તેણે કહ્યું કે તમને માત્ર ભણાવવાના પૈસા મળે છે, કચરો સાફ કરાવવાના નહીં; આ કામ માટે અમે નૅની રાખી છે તે સફાઈ કરશે. અન્ય એક સ્ટુડન્ટે હોમવર્ક કરાવવા માટે ટીચરને ૩૦૦૦ ડૉલર (આશરે ૨.૫ લાખ રૂપિયા) ચૂકવ્યા હતા.

બાળકોને કોચિંગ આપવાના મુદ્દે પેરન્ટ્સ વચ્ચે રીતસર વધુ પૈસા ચૂકવવા માટે હોડ જામતી એમ જણાવીને ટીચરે કહ્યું હતું કે ‘જે સમયે હું અન્ય ફૅમિલીના બાળકને ભણાવવા જતો એ જ સમયે પોતાના ઘરે આવવા માટે બીજી એક ફૅમિલીએ મને ત્રણથી ચાર ગણા વધારે પૈસા ઑફર કર્યા હતા. જ્યારે એક પરિવારે વર્ષના અંતે મને ૨૦,૦૦૦ ડૉલર (આશરે ૧૬.૭ લાખ રૂપિયા)ની ટિપ આપી હતી, તો એક રશિયન પરિવાર પ્રાઇવેટ યૉટમાં ઇટલીની ટૂર વખતે મને પણ સાથે લઈ ગયો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 03:15 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK