શાહબાઝ તેના મિત્રો સાથે મુઝફ્ફરપુર રેલવે લાઇન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે ટ્રેનના પાટા તૂટેલા છે અને સામેથી સ્પીડમાં એક ટ્રેન આવી રહી છે.
હજારો લોકોને જોખમમાંથી ઉગારનારા આ બાળકનું નામ મોહમ્મદ શાહબાઝ છે.
બિહારના સમસ્તીપુરમાં ૧૨ વર્ષના છોકરાએ ગજબની સૂઝબૂઝ બતાવીને ટ્રેન-અકસ્માત થતાં અટકાવ્યો હતો. હજારો લોકોને જોખમમાંથી ઉગારનારા આ બાળકનું નામ મોહમ્મદ શાહબાઝ છે. શાહબાઝ તેના મિત્રો સાથે મુઝફ્ફરપુર રેલવે લાઇન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે ટ્રેનના પાટા તૂટેલા છે અને સામેથી સ્પીડમાં એક ટ્રેન આવી રહી છે. આ બાળકે તરત જ પોતાનો લાલ ગમછો કાઢીને હવામાં લહેરાવીને રેડ સિગ્નલ આપ્યો હતો. આ જોઈને સાવધ થઈ ગયેલા લોકોમોટિવ પાઇલટે બ્રેક લગાવતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને હાવડા-કોથગોદામ એક્સપ્રેસના અનેક પૅસેન્જરોના જીવ બચી ગયા હતા. જો આ બાળકે તરત કોઈ નિર્ણય લીધો ન હોત તો કદાચ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હોત. મોહમ્મદ શાહબાઝને તેની બહાદુરી માટે ચૉકલેટ, નોટબુક અને પેન આપવામાં આવ્યાં હતાં. ૨૦૨૩માં પશ્ચિમ બંગાળના માલદામાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં એક છોકરાએ લાલ ટી-શર્ટનો ઉપયોગ કરીને ટ્રેન-અકસ્માત થતાં બચાવ્યો હતો.

