વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 સપ્ટેમ્બરે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પરિવારમાં નવા સભ્ય `દીપજ્યોતિ`નું સ્વાગત કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીએમ મોદીએ લખ્યું, “આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે ‘ગાવ: સર્વસુખ પ્રદા’. લોક કલ્યાણ માર્ગ પર વડા પ્રધાન પરિવારમાં એક નવા સભ્યનું શુભ આગમન થયું છે. વડા પ્રધાનના ઘરની ગાયમાતાએ એક નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર પ્રકાશનું પ્રતીક છે. તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.