ભારતની હરિયાળી ક્રાંતિના પિતા ગણાતા એમએસ સ્વામીનાથનનું 28 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં અવસાન થયું છે. ડૉ. સૌમ્યા સ્વામીનાથન, ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક અને WHOના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર જનરલે ચેન્નાઈમાં તેમના મૃત્યુ વિશે માહિતી આપી અને તેમના યોગદાન વિશે વાત કરી. તેણીએ કહ્યું કે, "તે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. આજે સવારે તેમણે ખૂબ જ શાંતિથી પ્રાણત્યાગ કર્યો. તેમના જીવનના છેલ્લા શ્વાસ સુધી, તે ખેડૂતોના કલ્યાણ અને સમાજના સૌથી ગરીબ લોકોના ઉત્થાન માટે પ્રતિબદ્ધ હતા."














