પુટ્ટેનહલ્લી, જેપી નગરમાં આવેલા શ્રી સત્ય ગણપતિ મંદિરે આ ગણેશ ચતુર્થી 2023માં ભારતીય ચલણી નોટો અને સિક્કાઓથી તેના પરિસરને શણગાર્યું છે. સિક્કાઓ સાથે, શણગારમાં રૂ. 500, રૂ. 200, રૂ. 100, રૂ. 50, રૂ. 20 અને રૂ. 10 છે. પુટ્ટેનહલ્લીના શ્રી સત્ય ગણપતિ મંદિરમાં હાજર એક ભક્તે ANIને કહ્યું, "અમે છેલ્લા 12 વર્ષથી અહીં આવીએ છીએ, અને દરેક વખતે કંઈક સર્જનાત્મક બને છે, પરંતુ આ વખતે નેક્સ્ટ લેવલની સર્જનાત્મકતા જોવા મળી છે."














