જિનીવા સેન્ટર ફોર સિક્યોરિટી પોલિસીમાં વક્તવ્ય આપતી વખતે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત-ચીન સંબંધોની જટિલતાની ચર્ચા કરી. તેમણે કહ્યું કે "કોઈપણ રાષ્ટ્રનો ઉદય તેના પડોશીઓ પર અસર કરે છે," તે બંને દેશો વચ્ચે ઐતિહાસિક રીતે પડકારરૂપ રહેલા સંબંધોનું પ્રતિબંબ બને છે. જયશંકરે નોંધ્યું કે અગાઉના કરારોએ સરહદને સ્થિર કરી હતી, પરંતુ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની સૈનિકોની 2020 સાલની હિલચાલએ તેમાંની ઘણી બાબતોનું ઉલ્લંઘન કર્યું હતું. જવાબમાં ભારતીય સૈન્યની હાજરી વધારી દેવાઇ. જો કે આ મામલે થોડા પ્રગતિશીલ બદલાવ પણ આવ્યા છે જેમ કે, ડિસએન્ગેજમેન્ટના 75 ટકા મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે. એસ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે વ્યાપક શક્યતાઓ શોધી શકાય તે પહેલાં વધુ ડિસએન્ગેજમેન્ટ અને શાંતિની પુનઃસ્થાપના જરૂરી છે. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે ચીન સાથેના આર્થિક સંબંધો મોટાભાગે અસમાન રહ્યા છે