દિલ્હીમાં ઓડ-ઈવન સ્કીમનું પુનરાગમન થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર દિલ્હીમાં હવાની ગુણવત્તા `ગંભીર` શ્રેણીમાં છે. દિલ્હીના વાયુ પ્રદૂષણને પહોંચી વળવા માટે દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે નવેમ્બર 06ના રોજ ઓડ-ઇવન યોજનાના અમલીકરણની જાહેરાત કરી હતી.














