ચક્રવાત ફેંગલ ભારતના દક્ષિણી રાજ્યોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદ વચ્ચે ચેન્નઈ જિલ્લાના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. ચેન્નઈ એરપોર્ટને સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોની નજીક રહેતા લોકો માટે ઘણી જગ્યાએ રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને રોયાપુરમ ખાતે રાહત શિબિરો માટે કરવામાં આવી રહેલા ખોરાકની તૈયારીનું નિરીક્ષણ કર્યું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત ફેંગલ આજે સાંજ સુધીમાં તમિલનાડુના દરિયાકાંઠે પુડુચેરીની નજીક લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.