ચંદ્રયાન-3 ના રોવર પ્રજ્ઞાનને હવે સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યું છે કારણ કે તેણે તેના તમામ અસાઇનમેન્ટ પૂર્ણ કર્યા છે. રોવરે ચંદ્રની સપાટી પર 100 મીટરથી વધુનું અંતર કાપ્યું છે અને હવે તેને સુરક્ષિત રીતે પાર્ક કરવામાં આવ્યું છે. ઈસરોએ 02 સપ્ટેમ્બરે માહિતી આપી હતી કે APXS અને LIBS પેલોડ્સ બંધ કરી દેવામાં આવ્યા છે.














