હૈદરાબાદ બેઠક પર જીત્યા બાદ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બહુમતીનો આંક શા માટે ગુમાવ્યો તે સમજાવી અનેક બાબત પર ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપ્યું. ભાજપની આગેવાની હેઠળની એનડીએ રોજગાર, ખેડૂતો માટે યોગ્ય યોજનાઓ, મોંઘવારી, ભારત-ચીન મુદ્દો અને સીટો ગુમાવવા પાછળ ‘400 પાર’નો નારો આપી શક્યું નથી.