આસામ રાજ્ય અવિરત વરસાદના પગલે ભારે વિપત્તિનો સામનો કરી રહ્યું છે. 22 જિલ્લાઓમાં પાણી ભરાઈ જવાથી, ઘરોને નુકસાન અને અનેક પરિવારોનું સ્થળાંતર થયું છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) મુજબ, પૂર કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે જુદા જુદા ભૂસ્ખલન ઘટનાઓમાં 5 લોકો જીવ ગુમાવી બેઠા છે. પીએમ મોદીએ આસામ, સિક્કિમના મુખ્યમંત્રીઓ અને મણિપુરના રાજ્યપાલ સાથે વાતચીત કરી અને તમામ મદદ અને સહાય પૂરી પાડવાનો આશ્વાસન આપ્યો છે. રેસ્ક્યૂ ઓપરેશન્સ સતત ચાલુ છે.














