પીએમ ઉમેદવાર મોદી રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં સરકાર બનાવવા આમંત્રિત કર્યા. નરેન્દ્ર મોદી કે જે સતત ત્રીજી વાર પીએમ પદના શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્વારા તેમને `દહીંસાકર` ખવડાવવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિમાં મહત્ત્વના કાર્યો શરૂ કરવાના અથવા નવા પ્રયત્નો શરૂ કરવાના પહેલા `દહીં-સાકર` ખવડાવવામાં આવે છે.














