મનોજ જરાંગે પાટીલ (ફાઈલ તસવીર)
Updated
1 year 5 months 2 weeks 2 days 21 hours 7 minutes ago
09:30 PM
News Live Updates: થાણેના સરકારી એન્જિનિયરને ધમકી આપવા બદલ એડવોકેટ અને અન્ય ત્રણ વિરુદ્ધ FIR દાખલ
એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, પોલીસે થાણેના એક વિસ્તારમાંથી અતિક્રમણ હટાવવા અંગે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) ના એન્જિનિયર સાથે દુર્વ્યવહાર અને ધમકી આપવા બદલ એડવોકેટ સહિતના ચાર વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી છે.
Updated
1 year 5 months 2 weeks 2 days 21 hours 37 minutes ago
09:00 PM
News Live Updates: ભુજબળે સાંપ્રદાયિક તણાવને હવા આપી, સીએમ તેમના પર લગામ લગાવે- જરાંગે
મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે શુક્રવારે મહારાષ્ટ્રના પ્રધાન અને ઓબીસી નેતા છગન ભુજબળ પર સાંપ્રદાયિક તણાવને વેગ આપવાનો આરોપ મૂક્યો હતો અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તેમના પર લગામ લગાવવા વિનંતી કરી હતી.
Updated
1 year 5 months 2 weeks 2 days 22 hours 7 minutes ago
08:30 PM
News Live Updates: પાણી ભરેલી બાલટીમાં પડી જતાં બાળકીનું મોત
મહારાષ્ટ્રના મુંબ્રામાં પાણીથી ભરેલી ડોલમાં પડી જવાથી એક 11 મહિનાની બાળકીનું મૃત્યુ થયું હતું. આ ઘટના ગુરુવારે અમૃત નગર વિસ્તારમાં બની હતી અને મુંબ્રા પોલીસ સ્ટેશનના અધિકારીએ મૃત બાળકના માતા-પિતા દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો હતો.
Updated
1 year 5 months 2 weeks 2 days 22 hours 37 minutes ago
08:00 PM
News Live Updates: 9 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર મજૂરને 20 વર્ષની જેલ
થાણેની સ્પેશિયલ પોક્સો કોર્ટે 2017માં નવ વર્ષની બાળકી પર બળાત્કાર કરવા બદલ એક વ્યક્તિને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. વિશેષ પોક્સો એક્ટ કોર્ટના જજ એ.ડી. હરનેએ બુધવારના તેમના આદેશમાં ડોમ્બિવલીના 33 વર્ષના મજૂર શશિકાંત રામભાઈ સોનાવણેને રૂ. 23,000 દંડ પણ ફટકાર્યો હતો.


