Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યોગી આદિત્યનાથની ૫૪મી વર્ષગાંઠે કાશીમાં ૫૪ કિલોની લાડુ કેક, ૫૪ રોપાઓનું વૃક્ષારોપણ

યોગી આદિત્યનાથની ૫૪મી વર્ષગાંઠે કાશીમાં ૫૪ કિલોની લાડુ કેક, ૫૪ રોપાઓનું વૃક્ષારોપણ

Published : 06 June, 2026 09:46 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરહુઆમાં ૫૧ ફુટ ઊંચા વરદ અંજનેય હનુમાન મંદિરમાં મુખ્ય પ્રધાન માટે ખાસ હવનનું આયોજન

કાશીમાં ગઈ કાલે યોગી આદિત્યનાથના સમર્થકોએ ૫૪ કિલોની લાડુ-કેક કાપી હતી.

કાશીમાં ગઈ કાલે યોગી આદિત્યનાથના સમર્થકોએ ૫૪ કિલોની લાડુ-કેક કાપી હતી.


ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો જન્મદિવસ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવ્યો હતો. કાશીના હરહુઆમાં ૫૧ ફુટ ઊંચા વરદ અંજનેય હનુમાન મંદિરમાં તેમના લાંબા આયુષ્ય માટે ખાસ હવન કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં બજરંગબલીની આરતી કર્યા પછી પર્યાવરણ દિવસના સન્માનમાં ૫૪ છોડ દેવતાને સમર્પિત કરવામાં આવ્યા હતા અને રોપવામાં આવ્યા હતા. યોગીના સમર્થકોએ વારાણસીમાં ૫૪ કિલો લાડુમાંથી બનાવેલી ખાસ કેક કાપીને તેમની ૫૪મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. મંદિર પરિસરમાં બજરંગબલીની આરતી વખતે યોગી આદિત્યનાથના સમર્થકોએ ‍તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી અને ૨૦૨૭માં ઉત્તર પ્રદેશની લગામ ફરી એક વાર મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના હાથમાં આવે એવી પ્રાર્થના કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 09:46 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK