પરિવાર ફતેહાબાદથી બદરીનાથ દર્શન માટે આવ્યો હતો. આ દુર્ઘટના બદરીનાથ હાઇવે પર જોશીમઠ અને પીપલ કોટી વચ્ચે પાતાલગંગા પાસે ગઈ કાલે સવારે બની હતી.
જોશીમઠ પાસે ભૂસ્ખલન, કાર પર પથ્થર પડતાં હરિયાણાની શ્રદ્ધાળુનું મૃત્યુ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદરીનાથનાં દર્શન કરીને પાછા ફરી રહેલા હરિયાણાના ભાવિકોની કાર પર પથ્થર પડતાં ૩૬ વર્ષની શિલ્પા નામની મહિલાએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેના ૪૦ વર્ષના પતિ અંકિત અને ૧૦ વર્ષની દીકરી ખ્વાહિશ ઘાયલ થયાં છે. આ પરિવાર ફતેહાબાદથી બદરીનાથ દર્શન માટે આવ્યો હતો. આ દુર્ઘટના બદરીનાથ હાઇવે પર જોશીમઠ અને પીપલ કોટી વચ્ચે પાતાલગંગા પાસે ગઈ કાલે સવારે બની હતી.


