Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુમાં સ્થાનિક ચૂંટણીમાં સુપરસ્ટાર વિજયનો દબદબો

તામિલનાડુમાં સ્થાનિક ચૂંટણીમાં સુપરસ્ટાર વિજયનો દબદબો

15 October, 2021 09:56 AM IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવા સુપરસ્ટાર થલાપતિ વિજયની ફૅન ક્લબને ૧૦૦થી વધુ બેઠકો મળી છે

થલાપતિ વિજય

થલાપતિ વિજય


તામિલનાડુમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ગઈ. એમાં સુપરસ્ટાર કમલ હાસનના પક્ષને એક પણ બેઠક નથી મળી તો બીજી તરફ યુવા સુપરસ્ટાર થલાપતિ વિજયની ફૅન ક્લબને ૧૦૦થી વધુ બેઠકો મળી છે.

આમ તો વિજયે કોઈને તેના નામથી રાજકીય કારોબાર ચલાવવાની પરવાનગી નથી આપી અને એ માટે તેનાં પોતાનાં માતાપિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, પણ તેણે પોતાની ફૅન ક્લબને ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી. તામિલ સિનેમામાં લોકપ્રિયતામાં રજનીકાન્ત પછી બીજા નંબરે ગણાતા વિજયે પહેલી જ વાર કોઈ સંગઠનને પોતાના નામે ચૂંટણી લડવા દીધી છે. તામિલનાડુના નવ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઑલ ઇન્ડિયા વિજય મક્કલ ઈય્યકમએ ઝંપલાવ્યું હતું અને 169માંથી 115 બેઠકો પર તેના ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. એમાંય ૧૩ બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ઉપરાંત વિજેતા ૧૧૫માંથી ૪૫ મહિલાઓ છે. અન્ય વિજેતાઓમાં ખેડૂતો, લૅબ ટેક્નિશ્યન, વિદ્યાર્થીઓ, સ્કૂલ શિક્ષક અને વેપારીઓ પણ છે. વિજયની ફૅન ક્લબમાં અત્યાર સુધી ૧૦ લાખથી વધારે રજિસ્ટર્ડ સભ્યો જોડાઈ ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2021 09:56 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK