કાર્ડિયોલૉજી વિભાગના ડૉ. રાજીવ નારંગના નેતૃત્વમાં તેમના પર ઉપચાર ચાલી રહ્યો છે. હાલમાં તેમની તબિયત સારી છે.
જગદીપ ધનખડ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડતાં ગઈ કાલે વહેલી સવારે બે વાગ્યે તેમને દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ક્રિટિકલ કૅર યુનિટ (CCU)માં દાખલ કરવામાં આવ્યા હતા. ૭૩ વર્ષના ધનખડની છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને અસ્વસ્થ જણાતાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કાર્ડિયોલૉજી વિભાગના ડૉ. રાજીવ નારંગના નેતૃત્વમાં તેમના પર ઉપચાર ચાલી રહ્યો છે. હાલમાં તેમની તબિયત સારી છે.

