આ કમિશન દ્વારા જુદી-જુદી સર્વિસિસમાં નિમણૂક માટે ૬૧૩ પુરુષો અને ૩૨૦ મહિલાઓ એમ કુલ ૯૩૩ ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે.
ઇશિતા કિશોરે
યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)એ ગઈ કાલે સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશન ૨૦૨૨નું ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યું હતું. આ વખતે ઇશિતા કિશોરે ટૉપર છે. ગરિમા લોહિયા બીજા સ્થાને, ઉમા હારથી ત્રીજા સ્થાને, જ્યારે સ્મૃતિ મિશ્રા ચોથા સ્થાને છે. આમ ટૉપ ફોર યુવતીઓ છે. આ કમિશન દ્વારા જુદી-જુદી સર્વિસિસમાં નિમણૂક માટે ૬૧૩ પુરુષો અને ૩૨૦ મહિલાઓ એમ કુલ ૯૩૩ ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે. ટૉપ ૨૫ સક્સેસફુલ ઉમેદવારોમાં ૧૪ મહિલાઓ અને ૧૧ પુરુષોનો સમાવેશ થાય છે. તેઓ એન્જિનિયરિંગ, સાયન્સ, કૉમર્સ અને મેડિકલ સાયન્સ જેવાં જુદાં-જુદાં બૅકગ્રાઉન્ડના છે. એટલું જ નહીં, જેમની ભલામણ કરવામાં આવી છે એવા ઉમેદવારોમાં ૪૧ દિવ્યાંગ સામેલ છે. ઇશિતાએ કહ્યું હતું કે ‘હું આ એક્ઝામ ક્લિયર કરીશ એવો મને વિશ્વાસ હતો, પરંતુ મેરિટ લિસ્ટમાં ટૉપ પર આવી એ એક સરપ્રાઇઝ છે.’