Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બારમા ધોરણના વિદ્યાર્થીએ ગાડીથી પાંચ જણને કચડી નાખ્યા, એકનું મોત

બારમા ધોરણના વિદ્યાર્થીએ ગાડીથી પાંચ જણને કચડી નાખ્યા, એકનું મોત

Published : 14 February, 2026 09:19 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કારમાં ગર્લફ્રેન્ડને બેસાડીને હીરોગીરી કરવામાં બારમા ધોરણના સ્ટુડન્ટે પાંચ જણને કચડી નાખ્યા, છ વર્ષના બાળકનું મોત

ઘટના સીસીટીવીમાં કેદ

ઘટના સીસીટીવીમાં કેદ


ઉત્તર પ્રદેશના લખનઉમાં ગુરુવારે સાંજે ૬ વાગ્યે ફેરવેલ પાર્ટીમાંથી પાછા ફરતી વખતે બારમા ધોરણના વિદ્યાર્થી ગૌરવ સિંહએ તેની ગર્લફ્રેન્ડને કારમાં બેસાડી હતી. એ પછી હીરોગીરી કરવાના ચક્કરમાં તેણે સ્પીડમાં કાર દોડાવી હતી અને એના પરનો કાબૂ ગુમાવ્યો હતો અને એક બાઇક સહિત અનેક વાહનોને અડફેટે લીધાં હતાં.



આરોપી ગૌરવ સિંહ


આ અકસ્માતમાં એક બાળકે જીવ ગુમાવ્યો હતો અને ૪ લોકો ઘાયલ થયા હતા.


જીવ ગુમાવનાર બાળક

અકસ્માતમાં કારનું ટાયર ફાટી ગયા બાદ ગૌરવ સિંહ ફરાર થયો હતો, પણ પોલીસે તેને ઝડપી લીધો હતો.

કારે સૌપ્રથમ પાર્ક કરેલી બાઇકને ટક્કર મારી હતી અને પછી પાંચ લોકો પર ફરી વળી હતી. છ વર્ષના દીક્ષાંત પટેલ નામના બાળકનું મૃત્યુ થયું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 09:19 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK