કહ્યું, સમાજવાદીઓ બીજાનાં બાળકોને કઠમુલ્લા બનાવવા માગે છે
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સત્રનો ગઈ કાલે જોરદાર હંગામા સાથે આરંભ થયો હતો અને અવધી અને ભોજપુરી ભાષાના બોર્ડના મુદ્દે થયેલી ચર્ચામાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો જૂનો અંદાજ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘વિપક્ષને તમામ મુદ્દે વિરોધ કરવાની આદત પડી ગઈ છે. સારી વાતોનો પણ વિરોધ કરે છે. અમે અવધી અને ભોજપુરી અકાદમી બનાવવાના છીએ. એનો પણ સમાજવાદીઓ વિરોધ કરી રહ્યા છે. આ તેમનું બેવડું ચરિત્ર દર્શાવે છે. આ લોકો ઉર્દૂની વકાલત કરે છે. સરકાર જ્યારે પણ કોઈ સારું પગલું ભરે છે ત્યારે વિરોધ કરે છે. તેઓ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણાવે છે અને અમે ગરીબ બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરીએ છીએ તો એનો વિરોધ કરે છે. સમાજવાદીઓ ઢોંગ કરે છે. તેઓ પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવશે, પણ બીજાનાં બાળકોને ઉર્દૂ માધ્યમમાં ભણાવીને કઠમુલ્લા બનાવવા ઇચ્છે છે.’
સાધુ તો ચલાતા ભલા
ADVERTISEMENT

ગઈ કાલે વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ નજીક બુલેટ ચલાવતા જોવા મળેલા શ્રી પંચદશનામ આવાહન અખાડાના એક નાગા સાધુ.


