ભારે વરસાદને કારણે બદરીનાથ રોડ પાસે એક કોતરમાં ત્રણ વાહનો ફસાઈ ગયાં હતાં. ઔલી અને જોશીમઠમાં પણ ભારે વરસાદથી પાણી ભરાઈ ગયાં હતાં.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મુશળધાર વરસાદનું ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મે મહિનામાં ગરમીનું વાતાવરણ રહેતું હોય છે, પણ આ વખતે અહીં મુશળધાર વરસાદનું ભયાનક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. બદરીનાથ જતા રોડ પર આવેલા પીપલકોટીમાં ભારે વરસાદને કારણે મંગાણી ગડેરા નાળું છલકાઈ જતાં વાદળ ફાટ્યું હોય એવો નજારો જોવા મળી રહ્યો હતો. ભારે વરસાદને કારણે બદરીનાથ રોડ પાસે એક કોતરમાં ત્રણ વાહનો ફસાઈ ગયાં હતાં. ઔલી અને જોશીમઠમાં પણ ભારે વરસાદથી પાણી ભરાઈ ગયાં હતાં.


