ફૅમિલી પેન્શન માટેનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ૧૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે
પરેશ કપાસી
ટૅક્સ-સ્લેબમાં ફેરફાર
નવી કરપ્રણાલીમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે
ADVERTISEMENT
આવકનું પ્રમાણ (રૂપિયામાં) |
કરવેરાની ટકાવારી |
ફેરફારની અસર |
૦થી ૩,૦૦,૦૦૦ |
કોઈ ટૅક્સ નહીં |
|
૩,૦૦,૦૦૧થી ૭,૦૦,૦૦૦ (અગાઉ ૩થી ૬ લાખ) |
૫ ટકા |
હવે ૬ને બદલે ૭ લાખ સુધીનો સ્લૅબ થવાથી ૫૦૦૦ રૂપિયાની બચત થશે |
૭,૦૦,૦૦૧થી ૧૦,૦૦,૦૦૦ (અગાઉ ૬થી ૯ લાખ) |
૧૦ ટકા |
હવે ૯ને બદલે ૧૦ લાખ સુધીનો સ્લૅબ થવાથી ૫૦૦૦ રૂપિયાની બચત થશે |
૧૦,૦૦,૦૦૧થી ૧૨,૦૦,૦૦૦ |
૧૫ ટકા |
|
૧૨,૦૦,૦૦૧થી ૧૫,૦૦,૦૦૦ |
૨૦ ટકા |
|
૧૫,૦૦,૦૦૧થી વધુ |
૩૦ ટકા |
|
કરમાળખાના સરળીકરણને પગલે હવે જે પગારદાર વ્યક્તિનો પગાર ૧૦ લાખ રૂપિયા કે એથી વધુ હશે તેના ૧૦,૦૦૦ રૂપિયા બચશે એવું અત્યારે કહી શકાય.
પગારદાર વ્યક્તિગત કરદાતાઓ માટે નવી કરપ્રણાલીમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરી નાખવાથી ૭૫૦૦ રૂપિયાની બચત થશે.
ફૅમિલી પેન્શન માટેનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ૧૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે.
આ ફેરફારને કારણે પગારદાર વ્યક્તિના ટૅક્સમાં કુલ ૧૭,૫૦૦ રૂપિયાની બચત થશે.
સ્ટૉકમાર્કેટના રોકાણકારો માટે કૅપિટલ ગેઇન્સ ટૅક્સ
લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરવામાં આવ્યો છે, જે રોકાણકારો માટે નકારાત્મક છે.
એક વર્ષથી વધુ સમય માટે રાખી મુકાયેલી લિસ્ટેડ નાણાકીય ઍસેટ હવેથી લૉન્ગ ટર્મની શ્રેણીમાં ગણાશે. લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ એક્ઝમ્પ્શન લિમિટ ૧,૦૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૧,૨૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો હવે ૧,૨૫,૦૦૦ રૂપિયા સુધીનો એક વર્ષમાં થનારો કૅપિટલ ગેઇન્સ કરમુક્ત હશે.
શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ
ચોક્કસ નાણાકીય ઍસેટ પર ૨૦ ટકાના દરે અન્ય ઍસેટ્સ પર ટૅક્સ સ્લૅબ પ્રમાણે ટૅક્સ લાગુ પડશે
પાર્ટનરને કરાતા પેમેન્ટ પર TDS
જો કોઈ કંપની પગાર, વેતન, કમિશન, બોનસ અને વ્યાજ વગેરેના રૂપમાં એક નાણાકીય વર્ષમાં ૨૦,૦૦૦ રૂપિયાથી વધુની રકમનું પેમેન્ટ પાર્ટનરને કરે ત્યારે કુલ રકમના ૧૦ ટકા TDS કાપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
નૅશનલ પેન્શન સ્કીમ માટે એમ્પ્લૉયરનું કૉન્ટ્રિબ્યુશન વધારવા માટે કરાયેલા ફેરફારને પગલે વધુ રોકાણ આવશે, જેને કારણે વરિષ્ઠ નાગરિકોને નિવૃત્તિ બાદ સારી સામાજિક સુરક્ષા મળી શકશે.
પ્રત્યેક ફૉર્મલ સેક્ટરમાં પહેલી વખત નોકરીમાં પ્રવેશતા યુવાનોને લાભ આપવાનું પગલું પ્રોત્સાહક છે.
સરચાર્જ રેટ નવા અને જૂના ટૅક્સ રેજિમ માટે શું છે?
- ૫૦ લાખ રૂપિયાથી વધુ પરંતુ એક કરોડ રૂપિયાથી ઓછી આવક માટે સરચાર્જનો રેટ જૂના અને નવા રેજિમ બન્નેમાં ૧૦ ટકા લાગશે.
- એક કરોડ રૂપિયાથી બે કરોડ રૂપિયાની આવક માટે સરચાર્જ રેટ જૂના અને નવા રેજિમ બન્નેમાં ૧૫ ટકા લાગશે.
- બે કરોડ રૂપિયાથી પાંચ કરોડ રૂપિયાની આવક માટે સરચાર્જ રેટ જૂના અને નવા રેજિમ બન્નેમાં ૨૫ ટકા લાગશે.
- પાંચ કરોડ રૂપિયાથી વધુ આવક પર સરચાર્જ રેટ નવા રેજિમમાં ૨૫ ટકા પ્રસ્તાવિત છે જે અગાઉ જૂના ટૅક્સ રેજિમમાં ૩૭ ટકા હતો.
- પરેશ કપાસી, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

