Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બજેટમાં બિહાર માટે ૨૬,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાઓ જાહેર

બજેટમાં બિહાર માટે ૨૬,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાઓ જાહેર

Published : 24 July, 2024 01:40 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાણાપ્રધાને કહ્યું હતું કે વિવિધ યોજનાઓથી આ રાજ્યોને ફાયદો થશે અને કેન્દ્ર સરકારના વિકસિત ભારતના સપનાને પૂરું કરવા માટે વેગ મળશે

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં બિહારના વિકાસ માટે આશરે ૨૬,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.


આ સ્કીમો માટે ‘પૂર્વોદય’ એવું નામ આપીને પૂર્વ ભારતનાં વિવિધ રાજ્યો જેવાં કે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશનો ઉલ્લેખ કરીને નાણાપ્રધાને કહ્યું હતું કે વિવિધ યોજનાઓથી આ રાજ્યોને ફાયદો થશે અને કેન્દ્ર સરકારના વિકસિત ભારતના સપનાને પૂરું કરવા માટે વેગ મળશે.



બિહારના મુદ્દે વાત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર અમ્રિતસર-કલકત્તા ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોર બનાવી રહી છે જેમાં ગયામાં ઇન્ડસ્ટ્રિયલ હબ બાંધવામાં આવશે. એનાથી ગયામાં આમૂલ પરિવર્તન આવશે. ગયાનું સાંસ્કૃતિક મહત્ત્વ કાયમ રખાશે અને ‘વિકાસ ભી, વિરાસત ભી’નો ઉદ્દેશ પણ પૂરો કરાશે.’


બિહારમાં પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે અને બક્સર-ભાગલપુર એક્સપ્રેસવે બાંધવામાં આવશે અને બક્સરમાં ગંગા નદી પર વધારાનો બે લેનનો બ્રિજ બાંધવામાં આવશે. આ સિવાય ભાગલપુરની પાસે પીરપેંતીમાં ૨૧,૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૪૦૦ મેગાવૉટનો થર્મલ પાવર પ્લાન્ટ બાંધવામાં આવશે. બિહારમાં ઍરપોર્ટ, મેડિકલ કૉલેજ અને સ્પોર્ટ‍્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. મલ્ટિલેટરલ ડેવલપમેન્ટ બૅન્કો માટે બિહાર સરકારની વિનંતીને ઝડપથી પૂરી કરાશે. 


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2024 01:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK