સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે...
રાહુલ ગાંધી
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે રજૂ કરેલા કેન્દ્રીય બજેટની ટીકા કરતાં કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એને ખુરસી-બચાવો બજેટ ગણાવ્યું હતું. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘આ ખુરસી-બચાવો બજેટ છે. સાથી પક્ષોને ખુશ રાખો, તમામ સાથીઓને ખુશ રાખો, પણ દેશની સામાન્ય જનતાને કોઈ રાહત ન આપો. અગાઉના બજેટ અને કૉન્ગ્રેસના મૅનિફેસ્ટોમાંથી આ બજેટને કૉપી ઍન્ડ પોસ્ટ કરાયું છે.’