અશિક્ષિત મહિલાઓ વધારે બાળકો પેદા કરે : કિરણ બેદી

ADVERTISEMENT
રિસર્ચ પરથી સ્પષ્ટ થાય છે કે અભણ મહિલાઓ વધુ બાળકોને જન્મ આપે છે. એમાં તેઓ કોઈ ગુનો નથી કરતી, પણ બહાર કામ કરવા જતી શિક્ષિત મહિલાઓ કરતાં તેમની પાસે વધુ સમય હોય છે. અભણ મહિલાઓ ઘરે જ હોય છે અને પોતાના નિર્ણયો નથી લઈ શકતી.
ભણવામાં હોશિયાર ન હોય એવા સ્ટુડન્ટ્સ અનામતને કારણે એન્જિનિયરિંગ કૉલેજોમાં આવી જાય છે, પણ તેઓ એ ર્કોસ માટે સક્ષમ નથી હોતા. તો શું આપણે તેમના હાલ પર મૂકી દેવા? ના, હોશિયાર વિદ્યાર્થીઓએ તેમને ભણાવવા જોઈએ જેથી તેઓ પાછળ ન રહી જાય.
આજકાલના સ્ટુડન્ટ્સ કૃતઘ્ન થઈ ગયા છે. તેઓ પેરન્ટ્સને કહે છે કે અમને આશરો અને ખાવાનું આપવાની તમારી ફરજ છે. આજના સ્ટુડન્ટ્સ કહે છે કે જ્યારે માલ્યા પોતાની લોન ભરપાઈ નથી કરતો તો અમે શા માટે કરીએ. જોકે એવું ન હોવું જોઈએ. આપણે બૅન્કનો આભાર માનવો જોઈએ અને સમયસર લોન ચૂકવી દેવી જોઈએ.


