Two People Entered The Metro Carrying Sofa: વાયરલ વીડિયોમાં બે જણ સોફો લઈને મેટ્રોમાં અંદર જતાં જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે પબ્લિક આ વીડિયો પર ખૂબ જ કોમેન્ટ્સ કરી રહી છે. આ વીડિયો હજી સુધી લગભગ 7 મિલિયન વાર જોઈ લેવાયો છે.
વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રેબ
વાયરલ વીડિયોમાં બે જણ સોફો લઈને મેટ્રોમાં અંદર જતાં જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે પબ્લિક આ વીડિયો પર ખૂબ જ કોમેન્ટ્સ કરી રહી છે. આ વીડિયો હજી સુધી લગભગ 7 મિલિયન વાર જોઈ લેવાયો છે.
Two People Entered The Metro Carrying Sofa: હાલ સોશિયલ મીડિયા પર મેટ્રો સાથે જોડાયેલા વીડિયોઝ ખૂ જ વાયરલ થઈ રહ્યા છે. ક્યારેક કોઈક મેટ્રોમાં ડાન્સ કરે છે, તો ક્યારેક કોઈક અજીબ હરકતો કરી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે, તો કોઈક એવી હરકતોને કારણે લોકો વચ્ચે ઝગડા થતા વીડિયો વાયરલ થતાં હોય છે. મેટ્રોમાં પ્રવાસ કરતી વખતે ઘણીવાર કોઈક લડતાં-ઝગડતાં જોવા મળે છે, તો ક્યારેક કોઇક ગીત ગાતાં અને કોઇક ખાતાં જોવા મળે છે. આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં બે જણ સોફો લઈને મેટ્રોમાં ઘુસી જાય છે અને આ જ કારણ છે કે હવે પબ્લિક આ વીડિયો પર પુષ્કળ કોમેન્ટ્સ કરી રહી છે.
ADVERTISEMENT
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
Two People Entered The Metro Carrying Sofa: સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો mancelnyc નામના અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો કન્ફ્યૂઝ પણ છે અને હસી હસીને કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે, તો કેટલાક કટાક્ષ પણ કરી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે, કેવી રીતે મેટ્રો સ્ટેશનના પ્લેટફૉર્મ પર બે જણ સોફો લઈને ઊભા છે, જેવી મેટ્રો આવે છે કે બન્ને સહેજ પણ મોડું કર્યા વગર કે રાહ જોયા વગર સોફો ઉઠાવીને મેટ્રોમાં ઘુસી જાય છે. બીજી જ ક્ષણે તેઓ સોફો ઉઠાવીને સીડીઓ ચડતા જોવા મળે છે. વીડિયો જોઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. જો કે, જણાવી દઈએ આ વીડિયો પબ્લિક ટ્રાન્સપૉર્ટ ભારતનો નથી, પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ન્યૂયૉર્ક સિટીના મેટ્રો સ્ટેશનનું દ્રશ્ય દર્શાવે છે.
22 સપ્ટેમ્બરના રોજ શૅર કરવામાં આવેલા આ વીડિયોને મિલિયન્સમાં વ્યૂઝ મળી ચૂક્યા છે, લાખોમાં લાઈક્સ મળી છે. વીડિયો જોઈ ચૂકેલા યૂઝર્સ આ વીડિયો પર અનેક પ્રકારની જુદી જુદી કોમેન્ટ્સ કરી રહ્યા છે. કોમેન્ટ્સ કરતાની સાથે જ યૂઝર્સ આ વીડિયોની મોજ લઈ રહ્યા છે. એક યૂઝરે લખ્યું, "આ કામ તેમણે અડધી રાતે કરવું જોઈતું હતું કારણકે તે સમયે ટ્રેનો ખાલી હોય છે." તો બીજા યૂઝરે લખ્યું કે, "મને ન્યૂયૉર્કમાં રહેતા 35 વર્ષ થઈ ગયા પણ મેં ક્યારેય આવું કશું નથી જોયું. વિશ્વાસ કરો, આ ન્યૂયૉર્કના દ્રશ્યો નથી."


