નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી અમેરિકાનું જ નુકસાન થશે, ભારતને તો ફાયદો જ ફાયદો છે
પ્રતીકાત્મક તસવીર
નીતિ આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંતે કહ્યું હતું કે ‘ટ્રમ્પનું આ પગલું અમેરિકામાં ઇનોવેશનને રોકી દેશે, પરંતુ ભારતને આગળ વધારશે. હવે નવાં રિસર્ચ, સ્ટાર્ટઅપ્સ અને પેટન્ટ્સ બૅન્ગલોર, હૈદરાબાદ, પુણે અને ગુરુગ્રામથી નીકળશે. આમાં અમેરિકાનું નુકસાન અને ભારતનો ફાયદો છે. ’
ઍમૅઝૉન, માઇક્રોસૉફ્ટ અને મેટા જેવી કંપનીઓ હજારો H-1B વીઝાધારકો પાસે કામ કરાવે છે; જ્યારે ભારતીય કંપનીઓ ઇન્ફોસિસ, TCS, વિપ્રો, HCL પણ અમેરિકન પ્રોજેક્ટ્સમાં આ જ વીઝા પર કાફી નિર્ભર છે. એવામાં ઇમિગ્રેશન એક્સપર્ટ્સનું કહેવું છે કે આટલી ભારે ફીથી અમેરિકન કંપનીઓ નોકરીઓ વિદેશમાં શિફ્ટ કરવા પર મજબૂર થશે. એ રીતે ટ્રમ્પની આ નીતિ અમેરિકાને બદલે ભારત અને અન્ય દેશો માટે ફાયદેમંદ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
10 લાખ - આટલી નોકરીઓ અમેરિકામાં ખાલી છે એ છતાં ટ્રમ્પે આવો નિર્ણય લીધો એને પગલે અમેરિકાને નુકસાન થશે


