દોઢ વર્ષની આ બાળકી બની ૧૦૦ મીટર તરનારી ભારતની સૌથી યંગેસ્ટ સ્વિમર : રત્નાગિરિની વેદા સરફરેએ ૧૦ મિનિટ ૮ સેકન્ડમાં સ્વિમિંગ-પૂલમાં ચાર લૅપ્સ પૂરા કર્યા
વેદા પરેશ સરફરે
રત્નાગિરિની માત્ર દોઢ વર્ષની બાળકી વેદા પરેશ સરફરેએ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. ૧૦૦ મીટર તરનારી તે ભારતની સૌથી નાની બાળકી બની છે. તેણે રત્નાગિરિના મ્યુનિસિપલ સ્વિમિંગ-પૂલમાં ૧૦૦ મીટર (ચાર લૅપ્સ)નું અંતર માત્ર ૧૦ મિનિટ ૮ સેકન્ડમાં પૂરું કર્યું હતું. તેની ઉંમર ૧ વર્ષ ૯ મહિના ૧૦ દિવસની છે. ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સે વેદાની આ સિદ્ધિને બિરદાવીને તેની ઉપલબ્ધિને સત્તાવાર માન્યતા આપી છે. રત્નાગિરિમાં જન્મેલી વેદાને નાનપણથી જ પાણી પ્રત્યે સહજ આકર્ષણ રહ્યું છે. તે ચાલતાં શીખી ત્યારથી જ તરવા માટે ઉત્સુક બની ગઈ હતી. રત્નાગિરિમાં જાણીતા સ્વિમિંગ-કોચ મહેશ મિલકેએ સતત ૧૧ મહિના વેદાને ટ્રેઇનિંગ આપીને આટલી નાની ઉંમરમાં તેને ચપળતાથી તરતાં શીખવ્યું છે.


