Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિવાલી કે બાઝાર મેં મોહબ્બત કી દુકાન બંધ મત કરવાઈએ

દિવાલી કે બાઝાર મેં મોહબ્બત કી દુકાન બંધ મત કરવાઈએ

Published : 29 October, 2026 08:41 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીના વેપારીઓનો રાહુલ ગાંધીને ત્રીજો પત્ર; ૨૦ માર્કેટના ૨૦ વેપારીઓએ ૨૦ મિનિટની મીટિંગની માગણી કરીને કહ્યું... દિવાલી કે બાઝાર મેં મોહબ્બત કી દુકાન બંધ મત કરવાઈએ

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી


ચેમ્બર ઑફ ટ્રેડ અૅન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)ના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે ગઈ કાલે રાહુલ ગાંધીને ત્રીજો પત્ર લખીને કૉન્ગ્રેસની પહેલી નવેમ્બરની પ્રસ્તાવિત રૅલીના સ્થળથી પાંચ કિલોમીટરના ઘેરાવામાં આવેલાં ૨૦ મુખ્ય બજારોના ૨૦ પ્રતિનિધિઓ સાથે ૨૦ મિનિટની મુલાકાતનો સમય માગ્યો છે. પત્રમાં CTIએ જણાવ્યું હતું કે જો રાહુલ ગાંધી એ સમજાવી શકે કે ૧૦ લાખ લોકોની અપેક્ષિત ભીડ કેવી રીતે વેપારને વેગ આપશે અને વધુ ગ્રાહકો લાવશે તો વેપારી સંગઠન પોતાનો વિરોધ તાત્કાલિક પાછો ખેંચી લેશે અને રૅલીનું સ્વાગત કરશે.
હિન્દીમાં લખેલા આ પત્રમાં સંગઠને કહ્યું છે કે અમે સંવાદ ઇચ્છીએ છીએ, સંઘર્ષ નહીં. એમાં ખાસ લખવામાં આવ્યું છે કે ‘રાહુલજી, આપ નફરત કે બાઝાર મેં મોહબ્બત કી દુકાન ખોલતે હૈં, હમ આપકા સમ્માન કરતે હેં, પર દિવાલી કે બાઝાર મેં મોહબ્બત કી દુકાન બંધ મત કરવાઈએ.’
બીજી તરફ જો વેપારીઓ રાહુલ ગાંધીને એ વાતનો વિશ્વાસ અપાવી શકે કે આ ભીડને કારણે વેપારમાં નુકસાન થશે તો CTI ઇચ્છે છે કે તેઓ જનહિતમાં આ કાર્યક્રમ મુલતવી રાખે.

તાતા ગ્રુપને ગુનાહિત રીતે ખતમ કરવામાં આવી રહ્યું છે, પણ કોઈ બિઝનેસ-લીડર આ વિશે એક શબ્દ પણ બોલવાની હિંમત નથી કરતો



રાહુલ ગાંધીએ દેશના ઉદ્યોગપતિઓના મૌન પર સવાલ ઉઠાવીને સરકાર પર આકરા પ્રહારો કર્યા


રાહુલ ગાંધીએ બુધવારે તાતા ગ્રુપના નેતૃત્વ-વિવાદ વચ્ચે દેશના ઉદ્યોગપતિઓના મૌન પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. ૨૮ ઑક્ટોબરે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે તાતા ગ્રુપને ગુનાહિત રીતે ખતમ કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉદ્યોગપતિઓને સીધો સવાલ કર્યો હતો કે કોઈ પણ બિઝનેસ-લીડર આ વિશે એક શબ્દ પણ બોલવાની હિંમત કેમ કરતો નથી અને તેઓ ક્યાં સુધી મૌન રહેશે?
રાહુલ ગાંધીએ પોતાના આકરા પ્રહારોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પર પણ સીધું નિશાન સાધ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતીય ઉદ્યોગજગત આ બન્ને નેતાઓ માટે રમવાનું કોઈ રમકડું નથી. ઉદ્યોગપતિઓને અનુલક્ષી તેમણે કહ્યું કે તમારામાં હિંમતનો અભાવ છે, પરંતુ અમારામાં હિંમત છે અને અમે આ તમામ ગુનાઓ માટે ન્યાય મળે એની ખાતરી કરીશું.
તાતા સન્સના બોર્ડ દ્વારા નોએલ તાતાના ભારે વિરોધ છતાં એન. ચંદ્રશેખરનને ચૅરમૅન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા એના વિશે રાહુલ ગાંધીની આ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ ગંભીર મુદ્દે સીધો કેન્દ્ર સરકારનો હસ્તક્ષેપ હોવાનો સ્પષ્ટ ઇશારો કરીને ભારતના સમગ્ર ઉદ્યોગજગતમાં મોટા ભયનો માહોલ ઊભો થયો હોવાનો દાવો કરીને નવો વિવાદ પેદા કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2026 08:41 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK