આ જાણકારી લોકસભા સચિવાલય દ્વારા રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ અંતર્ગત આપવામાં આવી છે
નવીન જિંદલ, બિમોલ અકોઇજમ
BJPના નવીન જિંદલ, કૉન્ગ્રેસના મણિપુરના બિમોલ અકોઇજમ અલગ માટીના નીકળ્યા: નવીન જિંદલે તો તમામ સત્તાવાર લાભ અને ભથ્થાં પણ જતાં કર્યાં છે
૧૮મી લોકસભામાં કુરુક્ષેત્રના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય નવીન જિંદલે પગાર, તમામ સત્તાવાર લાભ અને ભથ્થાં લેવાનો ઇનકાર કર્યો છે; જ્યારે કૉન્ગ્રેસના ઇનર મણિપુરના સંસદસભ્ય ડૉ. બિમોલ અકોઇજમ અંગોમચાએ પગાર લેવાનો ઇનકાર કર્યો છે.
ADVERTISEMENT
આ જાણકારી લોકસભા સચિવાલય દ્વારા રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ અંતર્ગત આપવામાં આવી છે. બન્ને સંસદસભ્યો ખૂબ જ અલગ નાણાકીય પૃષ્ઠભૂમિમાંથી આવે છે. કુરુક્ષેત્રના સંસદસભ્ય નવીન જિંદલે ૧૨૪૧ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે, જ્યારે ડૉ. બિમોલ અકોઇજમ અંગોમચાએ લગભગ ૯૭ લાખ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.
નવીન જિંદલ ૧૮મી લોકસભાના સૌથી ધનિક સભ્યોમાં પણ સામેલ છે. છતાં તેઓ સૌથી ધનિક નથી. ગુંટુરના તેલુગુ દેસમના સંસદસભ્ય ચંદ્રશેખર પેમ્માસાનીએ ૫૭૦૫ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. તેમના પછી BJPના સંસદસભ્ય કોંડા વિશ્વેશ્વર રેડ્ડીનો નંબર આવે છે, જેમણે ૪૫૬૮ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.
૫૪૩ની સત્તાવાર સંખ્યા ધરાવતી લોકસભાના ૪૮૧ વર્તમાન સભ્યો પગાર મેળવે છે ત્યારે RTIનો જવાબ બાકીના સંસદસભ્યોની સ્થિતિ સમજાવતો નથી. સંસદના નીચલા ગૃહમાં કુલ ૫૪૩ બેઠકો છે. જોકે હાલમાં બે બેઠકો ખાલી છે.
