Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય થયો જાહેર, આ હશે શુભ મૂહુર્ત

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય થયો જાહેર, આ હશે શુભ મૂહુર્ત

20 November, 2023 09:57 PM IST | Ayodhya
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Time of Ramlala`s Praan Pratishtha: 22 જાન્યુઆરીના અભિજીત મૂહુર્ત મૃગષિરા નક્ષત્રમાં બપોરે 12.20 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ સમારોહને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે સાકેત નિલયમમાં રવિવારે સંઘ પરિવારની બેઠક થઈ.

રામ મંદિરની ફાઈલ તસવીર

રામ મંદિરની ફાઈલ તસવીર


Time of Ramlala`s Praan Pratishtha: 22 જાન્યુઆરીના અભિજીત મૂહુર્ત મૃગષિરા નક્ષત્રમાં બપોરે 12.20 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ સમારોહને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે સાકેત નિલયમમાં રવિવારે સંઘ પરિવારની બેઠક થઈ. આમાં સમારોહના અભિયાનને ચાર ચરણમાં વહેંચીને તૈયારીઓ આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Time of Ramlala`s Praan Pratishtha: આનું પહેલું ચરણ રવિવારથી શરૂ થયું કે 20 ડિસેમ્બર સુધી ચાલશે. આમાં સમારોહની કામ કરવાની યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આ માટે નાની-નાની સંચાલન સમિતિ બનાવવામાં આવશે. જિલ્લા તેમજ ખંડ સ્તરે 10-10 લોકોના ગ્રુપ બનાવવા પર સંમતિ થઈ છે.ગ્રુપમાં મંદિર આંદોલનના કારસેવકોને પણ સામેલ કરવામાં આવશે. ગ્રુપ્સ 250 સ્થળે બેઠકો કરીને સમારોહ સાથે વધુમાં વધુ લોકોને જોડાવાની અપીલ કરશે. બીજું ચરણ એક જાન્યુઆરીથી શરૂ થશે. આમાં ઘર-ઘર સંપર્ક યોજના હેઠળ 10 કરોડ પરિવારોમાં પૂજિત અક્ષત, રામલલાના વિગ્રહની તસવીરો અને એક પત્રક આપવામાં આવશે.


Time of Ramlala`s Praan Pratishtha: આમ કરીને લોકોને આ સમારોહના દિવસે દીપોત્સવ ઉજવવાની અપીલ કરવામાં આવશે. 22 જાન્યુઆરીને ત્રીજા ચરણમાં રાખવામાં આવ્યા છે. તે દિવસે આખા દેશમાં ઉત્સવ હોય તેમ જ ઘરે-ઘરે અનુષ્ઠાન હોય, એવો માહોલ બનાવવામાં આવશે. આ અભિયાન પ્રાતવાર ચલાવવામાં આવશે. અવધ પ્રાંતના કાર્યકર્તાઓને 31 જાન્યુઆરી તેમજ 01 ફેબ્રુઆરીના દર્શન કરાવવાની યોજના છે.

આજે રાતે 2.09 વાગ્યાથી શરૂ થશે 14 કોસી પરિક્રમા
Time of Ramlala`s Praan Pratishtha: રામનગરીની 14 કોસી પરિક્રમા 20 નવેમ્બરના રોજ રાતે 2.09 વાગ્યાથી શરૂ થશે. પરિક્રમામાં લગભગ 42 કિમીનો રસ્તો ઓળંગવાનો રહેશે. આ માટે રસ્તા અને ચારરસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ધૂળ ન ઉડે તે માટે પાણી છાંટવાનું કામ કરવામાં આવી રહ્યું છે. બસના રાઉન્ડ્સ વધારી દેવામાં આવ્યા છે. અસ્થાયી બસ સ્ટોપ્સ પણ બનવવામાં આવ્યા છે. મઠ-મંદિર શણગારાઈ ગયા છે. લખનઉથી આવનારા ભક્તો સહાદતગંજ પરિક્રમા માર્ગ અને ફૈઝાબાદ બસ સ્ટેશન પહોંચશે. બાયપાસથી બધા અયોધ્યા પહોંચી શકશે. ટ્રેનમાં આવનારા અયોધ્યા કૈંટ પહોંચશે. અહીંથી તે અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પહોંચી શકે છે. આ પરિક્રમા 21 નવેમ્બરની રાતે 11.38 વાગ્યે પૂરી થશે.


શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા આવતા વર્ષે ૨૨મી જાન્યુઆરીએ થવાની છે. આ દિવસે સમગ્ર દેશમાં ભવ્ય ઉત્સવ ઊજવવામાં આવશે. આ પ્રસંગે હજારો લોકો અયોધ્યા પહોંચે એવી શક્યતા છે. જોકે શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં ન જઈ શકનારા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ આવા લોકો માટે સમગ્ર દેશને અયોધ્યામય બનાવવાની યોજના તૈયાર કરી છે. દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદના ૪૫ પ્રદેશ એકમોમાંથી કાર્યકરો ઘરે-ઘરે જઈને ‘અક્ષત’ (પવિત્ર પ્રસાદ) ડિસ્ટ્રિબ્યુટ કરશે અને લોકોને ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના અભિષેક સમારોહ નિમિત્તે નજીકનાં મંદિરોમાં યોજાનારા વિશેષ કાર્યક્રમમાં સામેલ થવાનો આગ્રહ કરશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યે કહ્યું હતું કે ‘પ્રત્યેક પ્રદેશને પાંચ કિલો અક્ષત આપવામાં આવશે. આ અક્ષતમાં વધારે ચોખા અને હળદર મિક્સ કરાશે. ડિસેમ્બરના અંત સુધીમાં અક્ષત સમગ્ર દેશનાં ગામો અને વૉર્ડો સુધી પહોંચાડવામાં આવશે. જેને પહેલી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી સુધીમાં ઘરે-ઘરે ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવશે. અમારો ટાર્ગેટ પાંચ કરોડ ઘરોમાં દીવા પ્રગટાવવાનો છે. પાંચ લાખથી વધારે મંદિરોમાં વિશેષ કાર્યક્રમો કરીને અમારી યોજના સમગ્ર દેશને અયોધ્યામય બનાવવાની છે.’

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2023 09:57 PM IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK