૬૦૬ ગ્રામપંચાયતમાંથી BJPએ ૫૮૪ બેઠક જીતી હતી.
પ્રતીકાત્મક તસવીર
ત્રિપુરામાં યોજાયેલી પંચાયત-ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ સપાટો બોલાવ્યો હતો અને ૯૭ ટકા બેઠક જીતી લીધી હતી. ગ્રામપંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદમાં ૭૧ ટકા બેઠક BJPએ બિનહરીફ મેળવી હતી. બાકી રહેલી ૨૯ ટકા બેઠક પર ૮ ઑગસ્ટે મતદાન થયું હતું અને ગઈ કાલે મતગણતરી પૂરી થઈ હતી. ૬૦૬ ગ્રામપંચાયતમાંથી BJPએ ૫૮૪ બેઠક જીતી હતી. આ સિવાય ૩૫માંથી ૩૪ પંચાયત સમિતિ અને આઠેઆઠ જિલ્લા પરિષદો પર ભગવો લહેરાયો હતો. લોકસભામાં પણ BJPએ બન્ને બેઠક પર વિજય મેળવ્યો હતો.